ભાવનગર-

ભાવનગર જીલ્લાના સિહોરમાં ટાણા રોડ પર ઉકરડાની બાજુમાં આવેલ અવાવરું જગ્યામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાંથી મળી આવતા ભારે ચર્ચા જાગી છે. સિહોરના જનધન યોજનાના ખાતેદારો કચરાના ઢગલામાંથી પોતાના નામ વાળા કાર્ડ લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી મુજબ ભાવનગરના વરલ ગામે આઈસીઆઈસીઆઈ બેંકની શાખા આવેલી છે વરલ ગામના લોકોએ આ બેંકમાં જનધન ખાતા મોલાવ્યા છે. 

દરમ્યાન સિહોરમાં ટાણા રોડ પર એક ઉકરડાની નજીક અવાવરૂ જગ્યામાં મોટી સંખ્યામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો પડી હોવાની ગ્રામ્યજનોને જાણ થતા લોકો દોડી ગયા હતા અને કચરાના ઢગલામાંથી પોતાના નામના એટીએમ ગોતવા લાગ્યા હતા. બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાં કઈ રીતે પહોંચ્યા? તે અંગે ભારે ચર્ચા જાગી છે.