ભાવનગર: મોઢે રૂમાલ બાંધી ચોર બિસ્કીટના કારખાનામાં ત્રાટક્યો, અને કર્યુ એવુ કે..
03, ફેબ્રુઆરી 2021

ભાવનગર-

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં પાસે આવેલા બિસ્કીટના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને ૭૫ હજારની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બિસ્કીટના કારખાનામાં મોઢે રૂમાલ બાંધી ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરી અંગેની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા કવાયદ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શાસ્ત્રીનગર એલઆઈજી ૨૮માં રહેતા મુકેશભાઈ ચંદુમલ ખાનવાણીએ બોરતળાવ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામનું બિસ્કીટનું કારખાનું ધરાવે છે. તેઓ જ્યારે કારખાનામાં પહોંચ્યા ત્યારે ઓફિસની બાજુના રૂમમાં દરવાજાનું હેન્ડલ તૂટેલું હતું. જેથી ઓફિસના ટેબલના ખાના ચેક કરતા તેમાંથી ૭૫ હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચકાસ્યા હતા જેમાં મોઢે રૂમાલ બાંધીને તતા જેકેટ અને ટોપી પહેરેલો એક ઇસમ ચોરી કરતો જાેવા મળ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution