બજરંગદાસ બાપાના ધામ ગુરૂ આશ્રમ બગદાણા મંદિર તા. ૨૬ને સોમવારના રોજથી દર્શન માટે ખુલશે. સવારના ૬ થી રાત્રીના ૧૦ કલાક સુધી ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે. આશ્રમના નિયમ મુજબ આરતી થશે. જેમાં કોઇએ બેસવાનું નથી. બહેનો ભાઇઓ માટે અલગ અલગ લાઇનમાં દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશ્રમમાં સ્વયંસેવકો આ માટે ખાસ સેવા બજાવશે. પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે. સરકારી ધારા ધોરણ – ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસટન્સ, માસ્ક, ટેનિટાઇઝર, ટેમ્પેચર ગન વગેરેના ચુસ્ત પાલન સાથે ગુરૂઆશ્રમમાં દર્શનની વ્યવસ્થા થશે. જેનું સૌ દર્શનાર્થીઓએ પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીમાં ગત તા. ૨૦માર્ચથી ગુરૂઆશ્રમ બગદાણા સપૂર્ણ બંધ રહ્યો હતો. કોરોના મહામારીને કારણે રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે.

ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામા બગદાણા ગુરુઆશ્રમના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં આ ગુરુઆશ્રમ 210 દિવસ સુધી બંધ હતું. બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીમંડળની જાહેરાતથી સેવકસમુદાય ભાવ વિભોર બન્યો છે. ગુરુઆશ્રમ ખુલતા 7 મહિના બાદ ફરી પરિસરમાં બાપા સીતારામનો નાદ ગગનમાં ગુંજી ઉઠશે. બગદાણા ગુરૂઆશ્રમ બંધ રહેતા તેની સૌથી વધુ વિપરીત અસર આશ્રમની આજુ બાજુ આવેલ પુજાપો, પ્રસાદ,ગીત સંગીત તેમજ ખાણી પીણી સહિતની અઢળક ચીજવસ્તુઓનું વેચાણ કરતી તમામ દુકાનોના સંચાલકો પર તેમજ ગુરુઆશ્રમ સહિત આસપાસના ધાર્મિક સ્થાનકોને સાંકળતી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલકોને થઈ હતી.મોટા ભાગના ધંધાર્થીઓને સારૂ એવુ આર્થિક નુકશાન વેઠવુ પડયુ હતુ. આ તમામ ધંધાર્થીઓ ફરી બગદાણા આશ્રમ ખુલશે તેવી જાહેરાત કરાતા હર્ષવિભોર થયા હતા.