ભાવનગર: જાહેરમાં યુવકની હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ
11, ડિસેમ્બર 2020

ભાવનગર-

ભાવનગર શહેરનું એકદમ છેવાડાનું ગામ એટલે કે રૂવા ગામ. ગામ નજીક આવેલા બાલા હનુમાન મંદિર પાસે જિગ્નેશ ડાભી નામનો વ્યક્તિ ઊભો હતો. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો આવી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આશરે 11થી 12 વાગ્યાની વચ્ચે હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. મૃતક યુવકને દિવાળી પહેલા કેટલાક શખ્સ સાથે કોઈક બાબતે માથાકૂટ થઈ હતી. આ શખ્સોએ જ જૂની અદાવત રાખીને યુવકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાવનગરમાં દિવસે ને દિવસે હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવાથી પોલીસની કાર્યવાહી ઉપર પણ શંકા ઉપજાવી રહી છે. જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાથી ભાવનગર પોલીસ સામે સવાલ ઊઠી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ કોઈની પણ જાહેરમાં હત્યા કરી દે તો લોકોની સુરક્ષા જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ વધી રહી છે. ફરી એક વાર જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. રૂવા ગામ નજીક જિગ્નેશ ડાભી નામના વ્યક્તિની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. અજાણ્યા શખ્સો યુવાનની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution