ભાવનગર-

બેન્કમાંથી પાક ધિરાણના રૂપિયા ઉપાડી હોસ્પિટલ ગયેલા વૃદ્ધ પર લૂંટ ચલાવી ગઠિયા 1.75 લાખ ઉપાડી ગયા હતા. જાણે પોલીસનો કોઇ ડર જ નહોઇ એવી રીતે ગઠ્યાઓ લૂંટ ચલાવી રહ્યા છે. ધોળા દિવસે ચોરીના બનાવો બનતા હોઇ છે. એવો જ એક કિસ્સો તળાજામાં બન્યો હતો. બેન્કમાંથી એક વૃદ્ધ 1.75 લાખ ઉપાડીને નીકળ્યા તે સમયે ગઠીયાઓ પૈસાની થેલી ગઠિયા ઉપાડી ગયા હતા જેમાં ધિરાણની રકમ હતી. મળતી માહિતી મુજબ બનાવની વિગત એવા પ્રકારની છે કે દાથાના વેજોદરી ખાતે રહેતા ચેતનભાઈ લુનશીભાઈ ડોડીયા તેમના વૃદ્ધ માતા સાથે તળાજાની બેન્ક ઑફ બરોડા બેન્કમાંથી પાક ધિરાણના પૈસા ઉપાડવા ગયેલા અને ત્યાંથી રૂપિયા 1.75 લાખ ઉપાડીને ત્યાંની નજીકની હોસ્પિટલમાં તેમના મિત્ર પાસે ગયેલા જ્યાં તેમને બજારમાં બીજું કામ હોવાથી તેમના માતાને હોસ્પિટલમાં બેસાડી ગયેલા ત્યારે કોઈ 2 ગઠિયા આવેલા અને ઉલટી કરીને તેની માતા પાસે પડેલા રૂપિયાની થેલી લઇને ભાગી ગયેલા આમ પાક માટે પાક ધિરાણ લાઇને નીકળેલા આ વૃદ્ધને આફત આવી પડી શિયાળુ પાક લેવા અને ગત સાલ નબળું પડતા થયેલા લેના ભરપાઈ કરવા પાક ધિરાણની લૉન લીધી હતી અને આમ ગઠિયા ભટકાય જતા આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થાય હતી અને આ ગાઠીયા આ લોકો બેન્કમાં ગયા ત્યારથી જ રેકી કરતા હતા. આ લૂંટમાં 2 વ્યક્તિ સામેલ છે અને ટૂંક સમયમાં પકડાય જશે તેવી પોલીસને આશા છે. જ્યારે આ લૂંટારા કોઈ મોટી ગેંગ ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને પોલીસ તપાસ હાથ ધરી હતી.