ભાવનગર, 

ભાવનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર મનહર મોરી રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર ઉંઘતા ઝડપાયા છે. ગુજરાતમાં બીજા નમ્બર ની ગણાતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળી ન હતી અને ૩૪ વર્ષ જૂની પરંપરા આજે તૂટી હતી છેલ્લી ઘડી સુધી રથયાત્રા યોજાશે તેવો આયોજકો એ દાવો કર્યો હતો પરંતુ મોડી રાત્રીના હાઇકોર્ટ એ ગુજરાતમાં રથયાત્રા નહીં નીકળે તેમ જણાવતા આજે રથયાત્રા નીકળી ન હતી. પરંતુ તેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર સ્ટેજ પર ઉંઘી રહ્યા હતા.

ભાવનગરમાં રથયાત્રાની પૂજા વિધી સમયે મેયર ઉંઘતા ઝડપાયા છે. મેયર મનહર મોરી સ્ટેજ પર ઉંઘતા ઝડપાયા છે. સ્ટેજ પર પૂજા વિધી-ભાષણ દરમિયાન મેયરને નિંદર આવી ગઇ હતી. મેયર મનહર મોરી ઉંઘતા કેમેરામાં ઝડપાયા છે.

અહીં ભાવનગર ના રાજવી પરિવાર ના સભ્ય વિજયરાજસિંહજી તેમજ ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંસદ સભ્ય ભરતી શિયાળ ,મેયર મનભર મોરી ,તેમજ અનેક સન્તો મહન્તો હજાર રહ્યં હતા આ વર્ષે રથયાત્રા નગરચર્યા કરવાની ન હતી તેમજ કોરોના ની મહામારી ને લઈ ને એસોસિયલ ડીસ્ટન્ટ ,માસ્ક તેમજ સૅનેટાઇઝ સહીત ની બાબતો ને લઈ ને માત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી.