મુંબઇ

ભાજપના પૂર્વ દિલ્હી અધ્યક્ષ અને સતત બીજીવાર સાંસદ બનેલા ભોજપુરી સ્ટાર અને સિંગર મનોજ તિવારી પિતા બની ગયા છે. જેના ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે. બીજેપી સાંસદે આ ખુશી શુભેચ્છકો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરતાં ટ્વિટ કર્યું હતું કે, મેરે ઘર આઈ એક નન્હી પરી, મારા ઘરે દીકરી થઈ છે જય જગદંબે. 

મનોજ તિવારી સોશિયલ સાઇટ ઉપર પોતાની ખુશી શેર કરતા ફેન્સ દ્વારા શુભકામનાઓની વર્ષા થઇ હતી. જ્યારે એક ફ્રેન્સે તો લખ્યું હતું કે ભૈયા તમને ખૂબ ખૂબ શુભકામનાઓ માં જગદંબાની કૃપા તમારા પર હંમેશા રહે. જ્યારે મોટાભાગના ફ્રેન્સે કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં જ 30 હજારથી વધુ લોકોએ મનોજ તિવારીની પોસ્ટને લાઈક કરી હતી અને એક હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખૂબ સક્રિય છે.