12, એપ્રીલ 2023
વડોદરા, તા.૧૨
અટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરના અનેકવિધ પ્રકલ્પો પૈકીના એક એવા રપ હજાર લોકોની ક્ષમતા ધરાવતા મધ્ય ગુજરાતના સૌથી વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ આજરોજ બુધવારે સવારે ૧૧ કલાકે સંસ્થાના સદ્ગુરુ સંત પૂ.શ્રી ભક્તિપ્રિય સ્વામીએ મેયર, ધારાસભ્યો, ભાજપ શહેર પ્રમુખ, સાંસદની ઉપસ્થિતિમાં કરકમળો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
બીએપીએસ સંસ્થાની ૧૬૨ સામાજિક પ્રવૃત્તિઓ પૈકીની મુખ્ય ૧૫ હજાર લોકો મહાપ્રસાદી લઈ શકે તેવી ભોજનશાળાનું પણ નિર્માણ કરાશે.
યજ્ઞપુરુષ સભાગૃહ નવનિર્માણના ભૂમિપૂજન પ્રસંગે અટલાદરા મંદિરના કોઠારી સ્વામી સાથે મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ, યોગેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.