ભૂજ-

કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ક્રીક વિસ્તારોમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળવાનો સીલસીલો લાંબા સમયથી ચાલુ રહેવા પામ્યો છે અને સરહદી સલામતી દળના ડીજી રાકેશ અસ્થાનાએ કચ્છ સરહદ અને ક્રીક વિસ્તારની મુલાકાત લીધી ત્યારે લક્કી પાસે આવેલા કુનડી બેટમાં ચેરીયાના કાદવમાંથી એક બિનવારસુ ચરસનું પડીકું મળી આવતાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે. ચરસનું પડીકું મળી આવ્યું તેના અલ્પ સમય પૂર્વે જ સીમા સુરક્ષા દળના ડીજી રાકેશ અસ્થાના આ વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમના કાફલામાં કોટેશ્વર રહેલા અધિકારીઓ પણ તપાસમાં જોતરાઇ ગયા હતા. સંભવત: મોડી સાંજે નારાયણ સરોવર પોલીસને વધુ તપાસ માટે ચરસનું એક પેકેટ સુપરત કર્યું હતું. બિનવારસુ નશીલા પદાર્થનો જથ્થો વારંવાર મળી આવવો સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પ્રશ્ન થઇ ગયો છે.