દિલ્હી સરકારનો મોટો નિર્ણયઃ પાન-મસાલા ગુટખા પર 1 વર્ષનો પ્રતિબંધ
17, જુલાઈ 2020

દિલ્હી-

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા ૪ વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સુરક્ષા વિભાગે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે, તેના આધારે એક વર્ષ માટે ગુટખા, પાન મસાલા, તમાકુ કે અન્ય રૂપમાં તમાકુના ઉત્પાદનના નિર્માણ, સ્ટોરેજ કે વિતરણ પ્રતિબંધિત રહેશે.અરવિંદ કેજરીવાલે કહ્ય્šં કે કોરોનાની વિરૂદ્ધમાં લડાઈ હજુ ચાલુ જ છે. કોઈએ થાકવાનું નથી, અટકવાનું નથી પણ સાથે આગળ વધવાનું છે.

કોરોનાની લડાઈ એકલા જીતી શકાશે નહીં. ટીમ વર્ક જરૂરી છે. સિધ્ધાંતો સાથે દિવસ રાત કામ કર્યું છે તેનું સારું પરિણામ મળી રહ્યું છે. દિલ્હીની જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સહિતના સહયોગથી આ શકય બન્યું છે. દિલ્હીએ આજે કોરોના પર ઘણે અંશે કાબૂ મેળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને મોતમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution