ગુજરાતના ST વિભાગનો મોટા નિર્ણય, વિવિધ ડેપોની 1400 ST બસ ટ્રીપ ફરી શરૂ
19, મે 2021

અમદાવાદ-

ગુજરાતમાં વાવાઝોડુ અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી સમગ્ર ગુજરાતની એસટી બસના રૂટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યાં હતા. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાઉ તેની અસર ઓછી થતા ST વિભાગે ફરી એકવાર મોટો નિર્ણય કર્યો છે. વાવાઝોડાની સ્થિતિમાં સલામતી માટે રાજકોટ એસ.ટી. ડેપોએ બંધ કરેલી બસોને પુનઃ શરૂ કરી હતી જેમાં ૯ ડેપોની બસો દોડાવાઇ રહી છે, જયારે રાજકોટથી દિવ-ઉના-કોડીનાર-વેરાવળ-રાજુલા-બગસરા વગેરે ફુટની બસ હજુ બંધ રખાઇ છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution