ગાંધીનગર-

પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે સ્કૂલમાં આરટીઆઈ એક્ટ મુજબ હાજરી આપવાની રહેશે. અત્યાર સુધી પ્રાથમિક શાળાના શિક્ષકો છ કલાક જ સ્કૂલમાં હાજરી આપતા હતા. જોકે, હવેથી તેમણે શાળામાં 8 કલાક સુધી કામગીરી કરવાની રહેશે. મળતી માહિતી મુજબ, RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે. પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપી બાળકોની સારી કેળવણી કરી શકે તેના તરફેણમાં નથી.

ત્યારે હવે રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. થમિક શાળાના શિક્ષકો (માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. જેથી શિક્ષકોએ અઠવાડિયાના 45 કલાક કામગીરી કરવાની રહેશે. RTEના નિયમ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાકની હાજરી આપવાની હોય છે. જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરટીઇના નિયમોનું અલગ અલગ અર્થઘટન કરીને કોઇ જિલ્લામાં સવારે 10થી સાંજના 6 સુધી તો ક્યાંક સવારના 9.30થી સાંજના 5.30 સુધી શિક્ષકોને શાળાએ હાજરી માટેના પરિપત્ર કરાયા છે. આ અંગે શિક્ષકોમાં ભારે વિરોધ જાગ્યો છે.