અમદાવાદ-

૧ વર્ષ અગાઉ લખવામા આવેલી સુસાઈડ નોટના આધારે અમદાવાદ પોલીસે મૃતકની બીજી પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાની એક ઘટના સામે આવી છે. વીરમગામ ખાતે રહેતા મહેશ જાધવે એપ્રિલ ૨૦૨૦માં અમદાવાદના સાબરમતી નદીની કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી. પોલીસે આત્મહત્યાના કારણના અભાવે કેસ બંધ કરી દીધો હતો. પોલીસે કેસ બંધ કર્યા બાદ મૃતકની માતાને જાન્યુઆરી ૨૦૨૧ના પ્રથમ સપ્તાહમાં પુત્રની તિજાેરીમાંથી એક પત્ર મળ્યો હતો. જેમાં મહેશે લખ્યું હતું કે, તેની બીજી પત્ની અંબિકા મરાઠી તેની બીમારીની ઠેકડી ઉડાડતી હતી તથા તેની હાજરીમાં જ પોતાના પ્રેમી સાથે રૂમમાં સુતી હતી.  

પત્ની દ્વારા આમ અવગણના અને અપમાનિત કરાતા હોવાથી મહેશે એપ્રિલ ૨૦૧૯માં પત્નીની કરતૂતો અંગે પત્ર લખી આત્મહત્યા કરી હતી. મહેશની માતાએ પોલીસને આ પક્ષ આપ્યા બાદ પોલીસે અંબિકા મરાઠે અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અંબિકા મહારાષ્ટ્રના કલ્યાણની રહેવાસી છે. ૨ વર્ષ અગાઉ કિશોર ભીલ નામના વ્યક્તિએ મહેશ જાધવ સમક્ષ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. મહેશને તેની પ્રથમ પત્ની તરછોડીને જતી રહી હતી. મહેશે પત્રમાં લખ્યું કે, અંબિકા પોતાના પ્રેમીને ઘરે બોલાવતી અને તેની સામે જ રૂમમાં બંને સાથે સુતા. મહેશને એવી બીમારી થઈ હતી જેની સારવાર શક્ય નહોતી. અંબિકા પતિની નપુંસકતાની મજાક ઉડાડતી અને તેની સામે જ બેશરમ બનીને ફરતી. હવે પોલીસે મૃતકની માતાએ આપેલા પત્રના આધારે અંબિકા અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.