અરવલ્લી

યાત્રાધામ શામળાજીમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરોએ શામળાજી વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. નવી તથા મોંઘી બાઇકને ટાર્ગેટ બનાવી ગણતરીની સેકન્ડમાં બાઇક ચોરીને ભાગી જાય છે. દર પુનમે ભગવાનનાં દશૅન કરવા આવતા ભક્તો મંદિરનાં ચાર નંબરનાં ગેટ પાસે બાઇક મુકીને ભગવાન શામળીયાના દરબારમાં દશૅન કરવા જાય અને પરત આવી ત્યારે તેનું બાઇક મળે નહીં.

આજરોજ પુનમના દશૅન કરવા આવેલા બે ભક્તોનાં બાઇક ચોરાયા હતાં. મંદિરનાં સી.સી ટી.વી કેમેરામાં બાઇક ચોરની તસ્વીર કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ તસવીરનાં આધારે શામળાજી પી એસ આઇ તથા એલસીબી પોલીસ ઉંડો રસ દાખવી તપાસ કરવામાં આવે તો આખી બાઇક ચોર ગેંગ ઝડપાઈ જાય તેમ છે. આ વિસ્તારમાંથી કેટલાય બાઇકો ચોરાયા છે તેનો ભેદ પણ ખુલે તેમ છે તેથી આ વિસ્તારની જનતાની માંગણી છે કે આ તરખાટ મચાવતી તસ્કર ટોળકીને ઝડપી પાડે તેમ આમ જનતા ઇચ્છે છે.

તસ્કરોએ અરવલ્લી પોલીસને ચેલેન્જ કરી છે કે શું આટલા બધા બાઈકો ચોરાય છે તે છતાં અરવલ્લી એલસીબી શાખા શું કરે છે. જિલ્લામાં ગુનાખોરી પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાઇક તસ્કરોને ઝડપી પાડે તેવી જિલ્લાની જનતા ઇચ્છી રહી છે