દિલ્હી-

બાયોકોનની પ્રમુખ કિરણ મઝુમદાર-શો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. મને સામાન્ય લક્ષણો છે અને આશા છે કે, આ લક્ષણો સામાન્ય જ રહેશે. કિરણે બાયોકોન નામની ફાર્મા કંપની શરૂ કરી હતી અને તેઓ આ કંપનીના ચેરપર્સન છે.

બેંગ્લુરુમાં આવેલી બાયોકોન દેશની એ કંપની છે, જે કોવિડ-19 સામે લડવાની દવા તૈયાર કરવાની કોશિશ કરી રહી છે. જુલાઈમાં કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા કોવિડની સારવાર માટે દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી. હાલમાં કિરણ મઝુમદાર-શો રુસે તૈયાર કરેલી વેક્સીનની ટીકા કરી હતી. તેમજ વેક્સીન પર સવાલો ઉભા કર્યા હતાં.

પધ્મશ્રી અને પધ્મભૂષણથી સન્માનિત કિરણ મજૂમદાર શો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બાયોકોન લિમિટેડની ચેરપર્સન કિરણ મજૂમદારે ટીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેઓએ ટીટ કરીને લખ્યું કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને મને સામાન્ય લક્ષણો છે. અને આશા છે કે, આ લક્ષણો સામાન્ય જ રહેશે. કિરણે બાયોકોન નામની ફાર્મા કંપની શ કરી હતી. અને તેઓ આ કંપનીના ચેરપર્સન છે.