સુરત-

શહેરના આદિત્ય દેસાઈ દ્વારા સુરતમાં સૌ પ્રથમ વખત એક્ઝોટિક બર્ડ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સુરતીઓ વિદેશી પક્ષીઓને જાેવાનો આનંદ લઈ શકશે. આ પાર્કમાં ફક્ત એકઝોટિક બર્ડ જ રહેશે. વિદેશના બર્ડ પાર્કની જેમ આ પાર્કને તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ બર્ડ પાર્કની સાથે મ્યુઝિયમ ગેલેરી અને ઍક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. આદિત્ય દેસાઈ દ્વારા પાર્કમાં વિનામૂલ્યે એકઝોટિક બર્ડ વિશે માહિતી પણ આપવામાં આવશે. 6000 વારના ક્ષેત્રમાં બર્ડ પાર્ક અને ઍક્વેરિયમ તૈયાર કરાયું છે. તળાવમાં જેમ અંદર વિવિધ પ્રકારના જીવો જાેવા મળે છે એ રીતે તમે ટેન્કની અંદર જાેઈ શકશો.

લોકોને એક જ સ્થળે પક્ષીઓ, માછલીઓ, અલગ જાતિના સસલાં અને હેમસ્ટરની સાથે પર્યાવરણ માટે બોન્સાઈ, ફ્રુટ પ્લાન્ટ, પાયથસ, ઈન્ડોર પ્લાન્ટ મુકાયા છે. 10 વર્ષ પહેલા ઘરે જખમી પક્ષી કયાંકથી આવ્યુંં હતું. તેથી તેની સંભાળ કઈ રીતે કરવી એ હું ઓનલાઈન શીખ્યો. રસ જાગતા મુંબઈમાં ઓર્નેથોલોજીસ્ટનો અભ્યાસ કર્યા બાદ બેંગલોરમાં વાઈલ્ડ લાઈફ પર રિસર્ચ કર્યુ. સિંગાપોરના બર્ડ પાર્કમાં ઈન્ટર્નશિપ કરતી વખતે મને પણ આવો પાર્ક બનાવવાની ઇચ્છા થઈ. એટલે છેલ્લા ૪ વર્ષથી પાર્ક બનાવવા માટે કામ કરી રહ્યો હતો. થોડા દિવસો બાદ આ પાર્કને લોકો સમક્ષ મુકાશે.