ભાજપે પ્રદેશ સંગઠનનું માળખું કર્યું જાહેર, ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપપ્રમુખ જાહેર
07, જાન્યુઆરી 2021

ગાંધીનગર-

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજે સંગઠનના પ્રદેશ હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગોરધન ઝડફીયા, જયંતિ કવાડિયા, મહેન્દ્ર સરવૈયા, નંદાજી ઠાકોર, કૌશલ્યાકુંવરબા પરમાર, જનકભાઈ બગદાણાવાળા અને વર્ષાબેન દોશીની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ સાથે જ પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઑના સંગઠન માળખા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગોરધન ઝડફિયા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ બન્યા, 

જયંતી કવાડિયા અને મહેન્દ્રસિંહ સરવૈયા પણ પ્રદેશ ઉપપ્રમુખ બન્યા છે.

ગુજરાત ભાજપેે સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના જાહેર કરેલા નામો 

4 મહામંત્રીઓને બદલાયા 

મનસુખ માંડવીયા, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભારતસિંહ પરમારને પડતા મુકાયા

ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપ સિંહ વાઘેલા, વિનોદ ચાવડાને મહામંત્રી પદનો મળ્યો પદભાર

આઇ કે જાડેજા, ભરત પંડ્યાને પડતા મુકાયા

ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરાયા

વર્ષા બેન દોશીનો ઉપાધ્યક્ષની ટીમમાં સમાવેશ

કોષાધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવાઈ

ધર્મેન્દ્ર શાહ ન બનાવ્યા સહ કોષાધ્યક્ષ

જૂની ટીમમાં 90 % ફેરફાર

ભીખુભાઇ દલસાનિયા સંગઠન મહામંત્રી તરીકે રિપીટ કરાયા

પ્રદેશ ટીમમાં 5 મહિલાઓનો સમાવેશ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution