લુણાવાડા, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો ઘવાયેલા ૩ વ્યક્તિઓને મધ્યરાત્રિ બાદ કોટેજ હોસ્પિટલ સંતરામપુર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ગોઠીબ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ કટારા તેમજ તેઓના પૂત્ર કલ્પેશ કટારા તેમજ શંકર માનસિંગ તાવિયાડ સુરેશ પગજી તેમજ રામસિંગ વિરસિંગ સહિતના લોકોએ ભેગા મળીને ઈનોવા ગાડી નંબર જિજે.૩૫ ૩૧૨૩ માં આવ્યા હતા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મોટા અંબેલા ગામના વિક્રમભાઇ કેહરાભાઇ પારગી સંતુભાઈ ધનાભાઈ તેમજ પારગી ભરત અખમભાઈ નવો પર હથિયારો સાથે હુમલો કરી હાથ-પગ તોડી નાખી માથામાં મારતાં ઘવાયા હતા જેઓને ૧૦૮ મારફતે રાત્રીના એક વાગ્યે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં કોંગ્રેસના જિલ્લા પંચાયત ના ઉમેદવાર હરજીવનભાઇ પટેલ સહિત અગ્રણીઓ દોડી આવી ઘવાયેલાઓને સારવાર કરાવી પોલીસને આ બાબતે જાણ કરી હતી. વધુ માહિતી પ્રમાણે જ્યારે આ સમગ્ર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ભાજપ ના કાર્યકરો દ્વારા કાૅંગ્રેશ ના કાર્યકરો ને ગંભીર મારમારવા મામલો ગત રાત્રી ના પ્રચાર માં થઈ હતી ગંભીર બોલાચાલી ભાજપ ના પ્રકાશ કટારા તેમજ પુત્ર કલ્પેશ કટારા દ્વારા કાૅંગ્રેશ ના ત્રણ લોકો ને મારમારવામાં આવ્યોસંતરામપુર ના મોટા આંબેલા ગામે ચૂંટણી ની અદાવત ને લઈ મારામારી કાૅંગ્રેશ અને ભાજપ ના કાર્યકરો વચ્ચે ભારે મારામારી માં કાૅંગ્રેશ ના ૩ લોકો ને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોખંડ ની પાઇપ અને લાકડીઓ થી હુમલો કરતા કાૅંગ્રેશ ના કાર્યકરો ને પહોંચી ગંભીર ઇજાઓ મારામારી માં કાૅંગ્રેશ ત્રણ પૈકી એક વૃદ્ધ ને વધુ ગંભીર ઇજાઓ શરીર માં ૧૬ જેટલા ફેક્ચર સહિત માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ ગંભીર ઇજાઓ ને લઈ વધુ સારવાર અર્થે લુણાવાડા ખાનગી હોસ્પિટલ માં વૃદ્ધ ને ખસેડાયા છે