ભરૂચમાકોવીડ સ્મશાનના સ્વયંસેવકોને ભાજપ તરફથી પીપીઇ કીટનું વિતરણ
07, એપ્રીલ 2021

ભરૂચ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક કોવીડના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. આ સ્મશાન ખાતે દિવસ-રાત ફરજ બજાવી રહેલાં સ્વયંસેવકોને ભાજપ તરફથી પીપીઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુંપ

તારીખ ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ પાર્ટીના સ્થાપના દિવસે અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. નોટીફાઇડ ભાજપના પ્રમુખ જશુભાઇ, મહામંત્રી અલ્પેશ પટેલ તથા તેમની ટીમે કોવીડ સ્મશાન ખાતે દીવસ- રાત ફરજ બજાવતાં ધર્મેશ સોલંકી તથા અન્ય સ્વયંસેવકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કોવીડના કપરા કાળમાં પોતાનો જીવ જાેખમમાં મુકી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહેલાં સ્વયંસેવકોને પીપીઇ કીટ તથા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સ્વયંસેવકોને સવાર અને સાંજ બંને ટાઇમ જમવાનું મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આ પ્રસંગે હાજર રહી આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution