રાજકોટ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સૌરાષ્ટ્રમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે ભાજપ દ્વારા વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ વિધાનસભાની બેઠક પર નિમવામાં આવેલા પ્રભારીઓની આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષની આગેવાની હેઠળ રાજકોટમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ૪૮ જિલ્લાના પ્રભારી સાથે તેમની બંધ બારણે બેઠક શરુ થઈ હતી.આ બેઠક અંગે ભાજપના સ્ઁ વિનોદ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બેઠકમાં ખાસ તો સંગઠન મજબૂત કઈ રીતે કરવું એ અંગેનું સૂચન આપવામાં આવશે. સાથોસાથ બી.એલ.સંતોષ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.

જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.નોંધનીય છે કે, બી.એલ.સંતોષની ગુજરાત મુલાકાત અગાઉ જ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના વિભાગ છીનવાઈ ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય જ છે કે આખરે તાત્કાલિક એવી તો શું જરૂર ઊભી થઈ કે આ નોબત આવી ચડી. ભાજપ સંગઠનના બી.એલ. સંતોષ ગુજરાત મુલાકાતે છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં આવનારા બે મોટા ફેરફાર પૈકીનો એક ફેરફાર ગુજરાતની પ્રજાએ જાેઈ લીધો છે. હવે બીજાે ફેરફાર કેટલો આંચકો લાવે છે તેની રાહ જાેવાઈ રહી છે.