ગાંધીનગર-

રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ – પાઠ્ય પુસ્તકો સરકારી – ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવે છે. પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી, પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા છે. છેલ્લા દશ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી દેવાના, અને ચાર થી છ મહિના સુધી પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ ગુજરાત કોંગ્રેસ તરફથી લગાવાયો છે.