મુંબઇ-

ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ખડસેએ ભાજપના પ્રદેશ અધ્ય ચંન્દ્રકાંત પાટીલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામામાં ખડસેએ વ્યક્તિગત કારણોસર પાર્ટી છોડ્યાનું જણાવ્યું છે.

એકનાથ ખડસેએ કહ્યું હતું કે, વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર બરાબરની હૈયાવરાળ ઠાલવી છે.પાર્ટી છોડવાની મારી કોઈ ઈચ્છા જ નહોતી, પણ એક વ્યક્તિના કારણે પાર્ટી છોડવી પડી રહી છે. આ નેતાની ફરિયાદ મેં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કરી હતી પરંતુ ત્યાં પણ મારી વાત સાંભળવામાં ના આવતા આખરે મેં પાર્ટી છોડવાનો ર્નિણય લીધો હતો. ખડસેએ કહ્યું હતું કે, મારી નારાજગી દેવેદ્ર ફડણવીસને લઈને છે. માને લોકોનો સાથ છે અને મેં મારૂ રાજીનામું આપ્યું. હું એનસીપી સાથે જાેડાઈશ. મેં પાર્ટીને 40 વર્ષ આપ્યા. મારા પર આરોપ લાગ્યા ત્યારે મેં જાતે જ મુખ્યમંત્રી ફડણવીસને કહ્યું હતું કે, મારા પર ખોટા આરોપ લગાડવામાં આવી રહ્યાં છે. 

ખડસેએ રાજીનામું આપ્યા બાદ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી પાર્ટીમાં બેઈજ્જતિ સહન કરવી પડતી હતી. હું ભાજપથી નારાજ નથી, એક વ્યક્તિથી નારાજ છું. મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ પણ થઈ પરંતુ તેમાંથી કંઈ જ નિકળ્યું નહીં. બાકી નેતાઓ પર આરોપ લાગે તો તેમને ક્લિન ચીટ આપવામાં આવે છે મને નહીં. મારા વિરૂદ્ધ તપાસ થઈ પણ તેમાં કઈં જ ના નિકળ્યું.

નારાજગી વ્યક્ત કરતા ખડસેએ કહ્યું હતું કે, 40 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું. મેં પાર્ટી માટે એ સમયગાળામાં કામ કર્યું જ્યારે લોકો પથ્થર મારતા હતાં પણ અમે મહેનત કરી અને સરકાર આવી પછી પણ અમે મહેનત યથાવત રાખી. બાદમાં મને મંત્રી બનાવવામાં આવ્યો તે મારી મહેનત હતી. વિધાનસભામાં મારા પર આરોપ લાગ્યા ત્યારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ મારી તપાસની માંગણી ના કરી કારણ કે તેઓ જાણતા હતાં કે, હું સાચો છું.

તેમણે ફડણવીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ મને ફસાવી રહ્યાં હતાં. હું છેલ્લા 4 વર્ષથી ઘર પર જ છું. મારા વિરૂદ્ધ એન્ટિ કરપ્શન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી. મારા વિરૂદ્ધ એક મહિલાએ છેડતીનો પણ આરોપ લગાવ્યો. મેં જ્યારે ડીસીપીને આ મામલે પુછ્યું તો તેમણે કહ્યું હતું કે, શું કરીયે સીએમ સાહેબનો આદેશ છે. મારા વિરૂદ્ધ ખોટા આરોપોને કેમ લગાવવામાં આવી રહ્યાં છે તેના પર પોલીસે કહ્યું હતું કે, મહિલા હોબાળો મચાવી રહી છે.