આસામમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદન સામે ભાજપ આક્રમક મૂડમાં
16, ફેબ્રુઆરી 2021

ભરૂચ, આસામમાં રાહુલ ગાંધીએ એક જાહેર સભાને સંબોધતી વખતે ચ્હાના બગીચાઓના શોષણ સામે મુદ્દો ઉઠાવતા ભાજપ લાલઘુમ બન્યું છે. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સામે જ વિરોધ પ્રદર્શન કયંર્ુ હતું. દરમિયાન કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોએ પણ બહાર દોડી આવી ભાજપની વિરૂધ્ધના સામે નારાબાજી કરતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકબીજા સામે નારા-સંગ્રામ થયો હતી.

તાજેતરમાં જ આસામમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ ચ્હાના બગીચાઓના મજુરોના શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની સામે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયાઓ આપી દેખાવો કર્યા છે. જેમાં ભરૂચ પણ બાકાત નથી રહ્યું. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, નગરપાલિકાના પુર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, તથા શહેરના મહામંત્રી દિપક મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ દેખાવ કર્યા હતા. ભારત માતાકી જય અને ગુજરાતી કા અપમાન નહીં સહેંગેના નારા સાથે ભાજપના આગેવાનોએ રાહુલ ગાંધીના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વીકી શોખી, નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર દોડી આવ્યા હતા. જેમણે વળતી નારાબાજી લગાવતાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જાણે નારાસંગ્રામ થયો હતો. પહેલી વખત ભાજપના ભારત માતાકી જય સામે કોંગ્રેસે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

રાહુલ ગાંધી માફી માંગે નહિં તો ઉગ્ર આંદોલન દિવ્યેશ પટેલ રાહુલ ગાંધીના નિવેદનને વાખોડતા ભાજપના જીલ્લા પ્રમુખ દિવ્યેશ પટેલે કહ્યું હતું કે આસામના ચ્હાના બગીચાઓ ગુજરાતીઓએ હસ્તગત કરી લીધા છે. અને ત્યાંના મજૂરોનું શોષણ કયંર્ુ છે. જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાતી વેપારીઓના ખિસ્સામાંથી નાણાં ખેંચી લઈ આસામના મજૂરોને આપીશું તેવું નિવેદન કરી રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓનું અપમાન કયંર્ુ છે. આ અપમાન ગુજરાત સાંખી નહિં લે અને જાે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો ભાજપ ઉગ્ર આંદોલન છેડશે. તેવો હુંકાર પણ દિવ્યેશ પટેલે કહ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ભાજપ બોખલાઈ ગયું છે, ભ્રામક વાતો ફેલાવે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના આક્ષેપ સામે કોંગ્રેસના આગેવાન સંદિપ માંગરોલાએ વળતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ બોખલાઈ ગયું છે. બીજાે કોઈ વિકલ્પ તેમની પાસે રહ્યો નથી. એટલે ભાજપ ભ્રામક વાતો ફેલાવે છે. રાહુલ ગાંધીએ ભાજપ જે આક્ષેપો કરે છે. તેવું એકપણ નિવેદન કયંર્ુ નથી. ભાજપ વિકાસના કામોને આગળ ધરી ચુંટણી લડી શકે તેમ નથી એટલે ભ્રામક વાતો ફેલાવી લોકોની લાગણી ઉશ્કેરી મતો મેળવવા માટે જાણીતું છે અને તેનું જ પુનરાવર્તન અત્યારે પણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution