ભાજપના નેતાના પુત્રની દાદાગીરી માસાને મારી નાખવાની ધમકી આપી
24, મે 2022

રાજકોટ, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીર ચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.૧.૨૫ કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજ સુધીમાં પૈસા નહીં મળે તો જીવવા નહી દઉં તેવી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. અને ગાંધીગ્રામ પોલીસમાં સુરેશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ડ્ઢઝ્રઁ ઝોન ૨ સુધીરકુમાર દેસાઈએ મીડિયાની જણાવ્યું હતું કે, નાગદાન ચાવડાના પુત્ર સુરેશ ચાવડા વિરુદ્ધ ૪૫૨, ૫૪૦,૩૮૭, ૫૦૬/૨ મનીલેન્ડિંગ ૫૪૦,૪૨ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી ર્નિમળભાઇએ રૂપિયા પરત આપી દીધા હતા. તથા તેનું સ્ટેમ્પ પેપર પર લખાણ હોવા છતાં સુરેશ ચાવડાએ વધુ વ્યાજની માંગણી કરી તોડફોડ કરી હતી. જેથી તેને શોધવા તપાસ હાથ ધરાઇ છે.

ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે રહેતા અને રામાપીર ચોકડી પાસે નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલ નામે ઓફિસ ધરાવતા ર્નિમળભાઇ રતાભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ ૨૦૧૭માં ર્નિમળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીના રૂ.૩૯ લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.૧.૯૨ કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.૧.૯૨ કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.૧.૨૫ કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

બે દિવસ પૂર્વે વેજાગામમાં આવેલા ર્નિમળભાઇના ફાર્મહાઉસે પહોંચીને સુરેશે ધમકી આપી હતી કે, પૈસા નહીં મળે તો મહિપત પર ફાયરિંગ કરીશ, ત્યારબાદ રવિવારે સાંજે ૪ વાગ્યે ર્નિમળભાઇની ઓફિસની બહાર બે કલાક બેઠો હતો અને હાકલા પડકારા કર્યા બાદ ઓફિસમાં ઘુસ્યો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં રૂ.૧.૨૫ કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં તેમ કહી સોડાબોટલના ઘા કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution