અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મંગળવારે જાહેર થયેલા પરીણામોમાં ભાજપને સર્વત્ર જીતના સમાચાર મળ્યા તો છે, પણ ક્યાંક તેણે કડવા ઘૂંટ પણ પીવા પડ્યા છે. કુંવરજી બાવળીયા જેવા પ્રધાન તેમનો ગઢ સાચવી નથી શક્યા તો બીજીબાજુ ગૃહ પ્રધાન અમિત શાહે જે ગામને દત્તક લીધું હતું ત્યાંની તાલુકા પંચાયતને ભાજપ બચાવી નથી શક્યું.

સાંસદો દ્વારા વિકાસના કાર્યો માટે જે ગામો દત્તક લેવાય છે, તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પણ અમદાવાદના સાણંદ તાલુકાનું માંડકોલ ગામ લેવામાં આવ્યું હતું. પરંતુ ભાજપ માટે આ તાલુકામાંથી જ માઠા સમાચાર ત્યારે આવ્યા હતા, જ્યારે અહીં કોંગ્રેસે તેના ઉમેદવારને હાર આપી હતી. માંડકોલ તાલુકામાં 30 વર્ષ પછી કોંગ્રેસના નવોદિત 26 વર્ષીય ઉમેદવાર કિસ્મત ગોહિલે અહીં ભાજપના ઉમેદવારને હાર આપી હતી.