વડોદરા-

બરોડા ડેરીમાં આજે ચૂંટણીનાં પરિણામ જાહેર થયા હતા ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટણીમાં વિજય થયો છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ગઈકાલે થયેલા મતદાન બાદ આજે સવારે મતગણતરી થતા સૌથી રસાકસીભરી બનેલી પાદરા ની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને ડેરીના ચેરમેન દિનુમામા વિજેતા બન્યા હતા. 

કુલ 13 બેઠકમાંથી અગાઉ 6 બેઠક બિનહરીફ રહી હતી. જેમાં ભાજપના વાઇસ ચેરમેન અને કરજણના પૂર્વ ધારાસભ્ય વિજેતા જાહેર થયા હતા. જ્યારે સાત બેઠક ઉપર ગઈકાલે મતદાન યોજાયું હતું અને તેનું પરિણામ જાહેર થતાં ભાજપે 6 બેઠક મેળવી છે. જ્યારે ડભોઇની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દિલીપ નાગજીભાઈ પટેલનો પરાજય થયો છે. બરોડા ડેરીમાં કુલ 13માંથી આઠ બેઠક સાથે ભાજપનો ભગવો લહેરાયો છે.