રાજકોટ,ગૌચરની જમીન ઉપર કબજા કરવા, બીજાની જમીન પડાવી લેવી કે સરકારી અનામતની જમીનો મફતના ભાવે પડાવી લેવા માટે ભાજપને ચૂંટણી ફંડ આપીને ભાજપના મળતીયાઓ ગોરખધંધા કરી રહ્યા છે. એકબાજુ જમીન વિહોણા ગરીબોને પેટ ભરવા સારૂ આપવા માટે કે ગરીબોનાં આવાસ બનાવવા માટે ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે ટુકડો જમીન નથી પરંતુ ભાજપનાં નેતાઓના સગા-વ્હાલાઓને સરકારી જમીનની લ્હાણી થઇ રહી છે, જેનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે.

૧) સુરતમાં જીેંડ્ઢછ-જીસ્ઝ્રની ભલામણ વગર જ સુરત શહેરી વિકાસ માટે અનામત રાખેલી જમીનમાં ૫૦% જેટલી કપાત મુકીને ભાજપના તમામ મળતીયાઓને મફતનાં ભાવે જમીનની લ્હાણી કરી સુરતમાં ભાજપીઓને ૨૭ હજાર કરોડનો ફાયદો કરાવ્યો. ૨) વિધાનસભાનાં બજેટ સત્રમાં ભાજપ સરકારે આપેલ આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ૧૮૩ સ્વેરફૂટ સરકારી જમીન ચુંટણી ફંડ લઈને ભાજપના મળતીયાઓને પાણીનાં ભાવે પધારાવી દીધી છે. ૩) વિધાનસભામાં સરકારે આપેલ આંકડા પ્રમાણે કોરોનાકાળ દરમ્યાન ભ્રષ્ટ ભાજપ સરકારે ૧૮ લાખ ચોરસ મીટર “ગૌચર જમીન” ભાજપના નેતાઓ, તેમના સગાવ્હાલાઓ અને મળતીયાઓને મફતના ભાવે પધરાવી. ૪) રાજકોટમાં મહાપાલિકા હસ્તકના સરકારી પ્લોટ નં-૯૫ અને ૨૮૮ નાં પ્લોટ પાણીનાં ભાવે ભાજપના મળતીયા બિલ્ડરને પધરાવી દેવાનો કારસો કરવામાં આવેલ છે. ૫) સુરત ટેક્સટાઈલ્સ માર્કેટની કીમતી જમીન ભાજપના નેતાઓએ પાર્ટી ફંડ લઈને ૧૦૦ વર્ષના ભાડા પટ્ટે સાવ પાણીનાં ભાવે આપેલ છે.

રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેરસભાનું આયોજન

આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કેજરીવાલ રાજકોટમાં રાત્રિ રોકાણ કરે તેવી પણ સંભાવના છે આપ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. મંજૂરીને લઈને કલેક્ટર તંત્ર દ્વારા આજે ફાઇનલ બેઠક યોજાશે. ૨૧૦ ટકા અરવિંદ કેજરીવાલ મે મહિનાના બીજા અઠવાડિયામાં રાજકોટ આવશે. કેજરીવાલ કોને મળવાના છે, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે અને કઈ તારીખે આવશે તે અંગેની માહિતી ૨ મેના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને જાણ કરવામાં આવશે.