અમદાવાદ-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત થઈ છે.ખાસ કરીને કડી અને ઉના પાલિકામાં ભગવો લહેરાયો છે. પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપે કોંગ્રેસના ઉમેદવારો સામે બિન હરીફ જીત હાંસિલ કરી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.


ઉનાની 36 માંથી 21 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે. આ ઉપરાંત કુલ મળીને જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે.જ્યારે તાલુકા પંચાયતની 110 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે. આ ઉપરાંત નગરપાલિકામાં પણ 85 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે. મતદાન પ્રક્રિયા યોજાય તે પહેલાં જ મતદાન કર્યા વિના ભાજપના અનેક ઉમેદવારોએ બિન હરીફ રીતે જીત પ્રાપ્ત કરી છે.આ બદલ ભાજપના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પ્રદેશ પ્રમુખે તમામને શુભેચ્છા પણ પાઠવી છે.