અમદાવાદ-

ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 26 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી.

2021ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં નિર્ણય થઈ જાય એવી શક્યતા છે. 31 જિલ્લા પંચાયતો પૈકી ભાજપ 28 બેઠકો પર જીત્યું છે જ્યારે કોંગ્રેસને કોઈપણ બેઠક મળી નથી.