મહિલાઓ અને ગરીબો માટે ભાજપા દ્વારા વચનોની લ્હાણી
27, નવેમ્બર 2022

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ગુજરાત જીતી લેવા ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી રણે ચડી છે. ત્રણેય પાર્ટીઓ દ્વારા હાલમાં આખા ગુજરાતમાં ધમધોકાર પ્રચાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપે સૌથી પહેલા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર એવું નામ આપ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્ર ૨૦૨૨માં ભાજપે ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન આપવાની જાહેરાત કરી છે. આ સંકલ્પ પત્ર અનુસાર, પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ભાજપ કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટ ફાળવવાનો પણ સંકલ્પ કર્યો છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલા અને છોકરીઓને લઈને પણ એક મોટી જાહેરાત કરી છે. ભાજપે કહ્યું કે જાે તે સત્તા પર આવશે તો વરિષ્ઠ મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપશે. છોકરીઓ માટે એક મહત્વની જાહેરાત કરતા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ આપવાનું પણ અમારુ વચન છે. ભાજપે પાંચ વર્ષમાં મહિલાઓ માટે ૧ લાખથી વધુ નોકરીઓનુ પણ વચન આપ્યું છે.

ભાજપના સંકલ્પ પત્રની મહત્વપૂર્ણ વાત

• ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન અપાયું • પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી અપાશે • કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટનો સંકલ્પ • ખેડ઼ૂત મંડળીઓ, છઁસ્ઝ્ર ને મજબૂત કરવી, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સંકલ્પ • સિંચાઈના નટવર્કને મજબૂત કરવા ૨૫ હજાર કરોડના બજેટનો સંકલ્પ • અગ્રેસર એગ્રીકલ્ચર, અગ્રેસર યુવા, અગ્રેસર આરોગ્ય, અગ્રેસર સમરસ વિકાસ ભાજપનો સંકલ્પ • વરિષ્ઠ મહિલાઓ માટે બસની મફત મુસાફરી • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગ્રીડ હાઈવે બનાવવાનું વચન • ગરીબોને ૪ વખત ખાદ્ય તેલ અપાશે • આયુષ્યમાન ભારત યોજનાની સહાય પાંચ લાખથી વધારીને ૧૦ લાખ કરવાનું વચન • ગૌશાળા માટે ૫૦૦ કરોડનુ વધારાનું બજેટ • દ્વારકામાં આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું વચન • કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ • શ્રમિકોને ૨ લાખ રૂપિયાની લોન અપાશે • યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે • કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે • જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે • ગુજરાતને ૧ ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે. ગુજરાતમાં ૧૬૩૦ કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે • ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે • દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે • દ્ભય્થી લઈને ઁય્ સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, ૯થી ૧૨ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, ૧ લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે. • આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે • વ્હાલી દીકરી યોજના હેઠળ ૧.૫ લાખની સહાય અપાશે • સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે • આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ ૧ લાખ કરોડનો ખર્ચ કરાશે • સિવિલ ૈએવિએશનમાં ર્દ્ગં.૧ આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાયર્ન્વિત કરાશે • ૮૦,૦૦૦ કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે • ૧,૦૦૦ કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution