સફેદવાળને નેચરલી કાળા કરશે કાળામરી, જાણો દાદીમાના નુસ્ખા
06, જુલાઈ 2020

આપણા ઘરના રસોડામાં જ તમને એવી કેટલીક ચીજ વસ્તુઓ મળી જશે જેના અનેક ફાયદાઓ છે. માત્ર તમારે એના ઉપયોગ વિશે જાણવાની જરૂર છે, કાળામરી પણ તેમાંનુ એક છે. કાળામરીના અઢળક ફાયદા છે. તેનાથી ઇમ્યૂનિટી વધે છે અને ઉધરસ, શરદી જેવી બિમારીઓનો રામબાણ ઇલાજ છે. તે સિવાય સફેદ વાળને કાળા બનાવવા માટે પણ કાળામરી ફાયદાકારક છે.

સફેદ વાળને કાળા કરવા માટે કાળામરીનો ઉપયોગ કરવો જોઇએ. આજે અમે તમને કેટલાક હેર પૅક જણાવીશુ, જેનાથી તમને ઘણો ફાયદો થશે.

દહી અને કાળામરી :

કાળામરી વાળને સમય પહેલા સફેદ થતા રોકે છે, કેમ કે, તેમાં કોપરની ભરપૂર માત્રા હોય છે. દહીં તમારા વાળને મોઈશ્વરાઈઝ કરે છે અને વિટામિન સીની અછત દૂર કરે છે. આ હેરપેકને બનાવવા માટે તમારે એક બાઉલમાં 1 કપ દહીં લેવું પડશે. પછી તેમાં 2 ચમચી કાળામરી પાઉડર નાખો અને મિલાવો, ત્યારબાદ તમે તેમાં એક ચમચી મધ નાખો અને સારી રીતે મીલાવી દો. હવે આ હેરપેક તમારા વાળ પર લગાવો. અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

કાળામરી અને ઓલિવ ઓઇલ :

ઋતુ બદલાવાની સાથે તમારા વાળમાં ફેરફાર થતાં રહે છે, જેના લીધે ખોડો થઇ જતો હોય છે. જો તમે આ ઉપાય અઠવાડીયામાં બે વખત અજમાવો છો, તો તમને ખોડાની સમસ્યામાંથી છીટકારો મળી જશે. વાળમાંથી ખોડો હટાવવા માટે એક બાઉલમાં એક ચમચી કાળામરીનો પાઉડર નાખો. પછી તેમાં વર્જિન ઓલિવ ઓઈલ નાખો અને તેમાં બંને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો અને મિલાવો. ત્યારબાદ માથામાં મસાજ કરો અને 1 કલાક અથવા પૂરી રાત છોડી દો. બીજા દિવસે તમે તમારા વાળને શેમ્પૂથી ધોઈ નાખો. આ ઉપાયથી તમારા માથામાં ખોડો દૂર થવામાં મદદ મળશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution