ગોધરા : આજકાલ રાજયમાં ગતિશીલ ગુજરાત અને દેશમાં અચ્છે દિનની વાતો ફક્ત વાગોળવામાં જ આવે છે. પરંતુ ગુજરાતના વિકાસ મોડેલને દેશનું વિકાસ મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે. અહીં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે. ગોધરા શહેરમાં આવેલ ગોધરા નગર પાલિકા પ્રમુખના વોર્ડમાં પાયાની સુવિધાઓથી આજે પણ વંચિત છે. જેમાંનું એક પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકી વાસમાં જયા આજે પણ સ્ટ્રીટ લાઈટ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. જેથી અહીં વસતા લોકોની હાલત ખુબજ દયનીય સ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. ગોધરા શહેરના વાલ્મીકીવાસ ખાતે છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા નાખવામાં આવેલ એલઈડી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે પ્રજા હાલાકી ભોગવવી પડે છે અને બીજી બાજુ ચોમાસાની સિઝનમાં રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે જન જનાવર અને ચોર, લુટારુઓનો ભય સતાવી રહ્યો છે ત્યારે ગોધરા નગરપાલિકાના જેતે વિભાગના અધિકારીઓ સત્વરે ગોધરાના વોર્ડ નંબર ૪ માં આવેલ વાલ્મીકીવાસમાં બંધ અવસ્થા સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરે તે માટે લોક માંગ ઉઠવા પામી છે.