ભરૂચ, દેશમાં કોરોના કહેરની બીજી લહેર હાલ ચાલી રહી છે. હાઈકોર્ટની ટકોર બાદ સફાળે જાગેલી ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુ તેમજ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ ના કાયદાઓનું પાલન નહિ કરનારો ઉપર ચુસ્તપણે દંડાત્મક કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું છે. સરકાર કોરોના સંક્રમિતોના વધતા કેસોને લઈ ચિંતામાં હોય તેમ ગત મંગળવારના રોજ ૨૦ શહેરોમાં રાત્રી કરફ્યુની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ ટપાલ ખાતાના કર્મીઓ માસ્ક વગર અને સોસિયલ ડિસ્ટન્સના સરકારના કોરોના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. કોરોનાનો કોઈ ડર ન હોય તેવી રીતે આ ટપાલખાતાના કર્મીઓ ખુલ્લેઆમ માસ્ક વગર કામ કરી રહ્યા હોવાનું જાેવા મળ્યું હતું. આમ પ્રજાને માસ્ક વગરનો દંડ કરવા નીકળેલા કાયદાના રક્ષકો નિષ્કારજી રાખનાર સરકારી કર્મીઓ ઉપર દંડાત્મક કાર્યવાહી કરશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જિલ્લા કેલકટર ડૉ. એમ.ડી.મોડીયા પોતાની જિલ્લા કલેકટર કચરીના કર્મીઓ જ કાયદાઓનું પાલન ન કરતા હોય તેમના ઉપર કોઈ દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.