બોડેલી

 બોડેલી અને સંખેડા તાલુકાના ૧૫ ગામના ખેડૂતોએ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશો ે ખેડૂતો પાસેથી ખોટી રીતે વસુલવામાં આવતો ૨% વટાવ, મજૂરી અને તોલાઈ ફી અંગે આવેદનપત્ર આવ્યું હતુ. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને સંખેડા તાલુકાઓમાં બાગાયતી પાકો કેળ,પપૈયા નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે આ મહામૂલો પાક તૈયાર થઇ ગયા બાદ વેપારીઓ મારફતે તેની ક્વોલિટી મુજબ ભાવ નક્કી કરી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોની સમસ્યા એ છે કે વેપારીઓ દ્વારા પાકના મૂલ્ય પર વટાવ ૨%,તોલાઈ ફી અને પ્રતિ કેરેટ મજૂરી વસુલવામાં આવી રહી છે જે એપીએમસીના કાયદા વિરુદ્ધ છે સમગ્ર ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાને બાદ કરતા ખેડૂતો પાસેથી પાક પર વટાવ,મજૂરી કે તોલાય ફી ક્યાંય વસુલવામાં આવતી નથી ખેડૂતો પાસેથી પાક પરનો વટાવ અને મજૂરીનો આંકડો જાેતા તે લાખો રૂપિયાનો છે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી વસુલવામાં આવતો વટાવ અને મજૂરી ગેરકાયદેસર છે.

 કોરોના સમયકાળમાં ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે ખેડૂતોને સરકાર તરફથી કોઈ રાહત પેકેજ આપવામાં આવેલ નથી આવા કપરા કાળમાં જિલ્લાની તમામ એપીએમસી અને તેના સત્તાધીશો ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની માંગ છે ખોટી મજૂરી,વટાવ અને તોલાય ફી વસુલતા જવાબદાર વેપારીઓ સામે એપીએમસીની જાેગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને વટાવ,તોલાઇ ફી અને મજૂરી રદ્દ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆત કરી ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.