બોડેલી ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત
25, સપ્ટેમ્બર 2021

બોડેલી

બોડેલી ઓરસંગ નદી નો બ્રિજ જર્જરિત હાલતમાં કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા બ્રિજ નું સમારકામ જરૂરી બન્યું છેબોડેલી પાસે થી પસાર થતી ઓરસંગ નદી પરનો લગભગ એક કિ.મી. જેટલો લાંબો બ્રિજ ની વચ્ચે ઢોકલિયા તરફની દીવાલ તૂટી જત્તા વાહન ચાલકો ભયભીત થઈ ગયા છે. જર્જરિત બ્રિજના કાંગરા ખરવા માંડતા હવે બ્રિજનુ અને તેના ખખડધજ માર્ગ નુ સમારકામ જરૂરી બન્યું છે. ઓરસંગ બ્રિજના ઉપર પણ ઠેર ઠેર ખાડા જાેવા મળી રહ્યા છે વાહનચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અનેક વાહનચાલકો અને ખાસ કરીને બાઇકચાલકો ખાડા ને લઈને પડ્યા હોય એવા બનાવ પણ સામે આવ્યા છે નોંધવું રહ્યું, કે ૧૯૯૦ માં ઓરસંગ બ્રિજ ભારે પુર ને લીધે તૂટી ગયો હતો. ત્યાર પછી અડધા બ્રિજ નુ કામ હાથ પર લીધું ત્યાર થી અડધો જૂનો અને અડધો નવો બ્રિજ દેખાતો હતો. પણ છેલ્લા કેટલાક વર્ષો થી બ્રિજ જર્જરિત બન્યો છે. તેના પાયા પણ રેતી ખનન ને લીધે ડોકાવા માંડ્યા છે. બ્રિજ ની આવરદા ઘટી છે. તેવા સમયે જ બ્રિજ ની વચ્ચે થી એક તરફ ની દીવાલ તૂટી ગઈ હોવાની ચર્ચાએ તંત્રની લાપરવાહી છતી કરી છે. ત્યાંથી દિવસ રાત સતત વાહનો ની અવર જવર વચ્ચે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ નો માર્ગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે.વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે બ્રિજ નું સમારકામ થાય તે ખૂબ જરૂરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution