બોલિવુડ અભિનતા સોનુ સુદ છાનામાના અમદાવાદ આવ્યા, AAPના નેતાઓ સાથે કરી બેઠક
23, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

બોલિવુડ અભિનેતા સોનુ સુદ તેમના કામને લઈને અને તેમના ઘરે પડેલા ઈન્કમ ટેક્સના દરોડાના કારણે ઘણા ચર્ચામાં છે. ત્યારે સોનુ સુદ બુધવારે રાત્રે અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે એક હોટલમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ પણ હાજર રહ્યા હતા. બોલિવુડ અભિનેતા સોનુ સુદ બુધવારે રાત્રે અચાનક જ અમદાવાદ આવ્યા હતા. અહીં તેઓ સિંધુ ભવન રોડ પર આવેલી એક ખાનગી હોટેલમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ મળ્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી અનસુાર, સોનુ સુદ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આ પહેલા થોડા દિવસ અગાઉ સોનુ સુદ દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ત્યારબાદ જ તેમના ઘરે ઈન્કમટેક્સના દરોડા પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અભિનેતા સોનુ સુદના અચાનક અમદાવાદ પ્રવાસને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોનુ સુદે અમદાવાદના સિંધુ ભવનમાં આપ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે કરેલી બેઠક કરી હતી, જે મુદ્દે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. સોનુ સુદ સાથે થયેલી બેઠક માત્ર ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું. જો.કે સોનુ સુદની આપ નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી સહિત ઉદ્યોગપતિઓ સાથે થયેલી બેઠકથી ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution