બોલીવુડ  'ધક ધક' ગર્લ કરણ જોહરની આ વેબ સિરીઝમાં દેખાશે
25, ડિસેમ્બર 2020

મુંબઇ 

લગ્ન પછી પણ અભિનયને પ્રેમ કરતી રહેનારી એકવેળાની 'ધક ધક' ગર્લ માધુરી દીક્ષિતે લગ્ન પછીય એક ફિલ્મમાં કામ કર્યું હતું. હજુય તેનો અભિનય-પ્રેમ ઓછો થયો નથી અને થોડા સમયમાં એ ફરી પડદા પર કામ કરી રહી છે અને તેનું નિર્માણ કર્યું છે કરણ જોહરે આ વેબસીરિઝનું નામ છે, 'ધ એકટ્રેસ'. 

હજુ થોડા દિવસ પહેલા જ 'ધ એકટ્રેસ' વેબ સીરિઝનું નાશિકના શિડયૂલનું કામ પૂરું થયું છે અને હવે જાન્યુઆરીથી મુંબઇમાં આ વેબ સીરિઝનું આગળનું શુટિંગ શરૂ થશે. આ વેબ સીરિજમાં માધુરી સાથે મરાઠી અદાકાર મકરંદ દેશપાંડે છે, જેમમે આ સીરિઝમાં વિલનની ભૂમિકા નિભાવી હોવાનું જાણવા મળ્યું છે. આ વેબ સીરિઝનું દિગ્દર્શન દિગ્દર્શક શ્રી રાવ કરી રહ્યા છે. 

લગ્ન પછી માધુરીએ જે ફિલ્મમાં કામ કર્યું હતું એ ફિલ્મનું નામ 'કલંક' હતું. જોકે બિગ બજેટની આ ફિલ્મ સાવ ફ્લોપ નિવડી હતી. થી 'ધ એકટ્રેસ' વેબસીરિઝની પસંદગી પણ માધુરીએ બહુ વિચારીને કરી છે આવેબ સીરિઝ સસ્પેન્સ ડ્રામાં સીરિઝ છે. આશા રાખીએ માધુરીના ફેન્સ 'ધ એકટ્રેસ'ની આતુરતાથી રાહ જોશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution