સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા જવાનનું પરેડ દરમિયાન પડી જતા મોત
05, ફેબ્રુઆરી 2021

શહેરા સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા શહેરા તાલુકાના ૩૯ વર્ષીય જવાનનું પરેડ દરમિયાન પડી જતા મૃત્યુ થતા જવાનના પરીવરજનો મા ઘેરો શોક છવાયો છે.તેઓની અંતિમવિધિ તેઓના માદરે વતન બામરોલી ખાતે પૂરા લશ્કરી સમ્માન સાથે શુક્રવાર ના રોજ કરવામાં આવશે. શહેરા તાલુકાના બામરોલી ગામના બરજાેડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઇ બરજાેડ ફકત ૧૮વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૯ મા સીમા સુરક્ષા દળમાં દેશ સેવાની નેમ સાથે જાેડાયા હતા વર્તમાન સમયમાં તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ની આર્મી ૩૭ બટાલિયનમાં ફરજ નિભાવતા હતા.એક મહિના પહેલા સામાજિક કામર્થે તેઓ પોતાના ગામ આવ્યા હતા અને બુધવાર તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ તેઓની રજા પૂર્ણ થતાં ફરજ પર હાજર થવા સવારે પોતાના ઘરેથી બનાસકાંઠા ના દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા જ્યા રાત્રીના પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતાં તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા સાથી જવાનોને તાત્કાલિક તેઓને સરકારી દવાખાને ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે તેઓને મૃત ઘોષિત કર્યા હતા બનાવની જાણ ઉપરી અધિકારીઓને થતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને

મૃતક જવાન રામેશચંદ્રના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચતા તેઓની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.તેઓના મૃત્યુ બાદ પરિવારમાં તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકો ને વિલાપ કરતા મૂકી ગયા છે. મળતી માહિતી પ્રમાણે તેઓનો મૃતદેહ ગુરુવારની રાત્રીના તેઓના માદરે વતન આવી પહોંચશે અને શુક્રવારના સવારે પૂરાં લશ્કરી સમ્માન સાથે તેઓની અંતિમ વિધિ કરવામાં આવનાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution