બોટાદ: કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ પશુ મોબાઈલ વાનનું કર્યું લોકાર્પણ
13, નવેમ્બર 2020

બોટાદ-

જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બે પશુ મોબાઈલ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી“કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત કચેરીમાં પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં 2 મોબાઇલ પશુ દવાખાનાનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં હાલ 5 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે. હવે બાદના તબક્કામાં કુલ 3 મોબાઇલ પશુ દવાખાના ફાળવવા આવશે. બોટાદ જિલ્લામાં કુલ 10 મોબાઇલ પશુ દવાખાના થશે. જેના અંતર્ગત 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં ઘરે બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution