વાઘોડિયાની પરિણીતાને ભગાડી જનાર વિધર્મી યુવક સહિત બંને નસવાડીના જંગલોમાંથી ઝડપાયા
12, મે 2023

વાઘોડિયા, તા.૧૨

પંચમહાલ જીલ્લાના એક ગામનુ દંપતી પોતાના બે સંતાનો સાથે વાઘોડિયાની માડોધર વિસ્તારની એક સોસાયટીમા રહેતું હતું. ત્યારે પતિની ગેરહાજરીમા પરણીતા સાથે અવાર નવાર મિત્રતા સાઘી નિકટ આવી પરણીતા જાેડે આડા સંબધ બાંધી ત્રણ દિવસ પહેલા પરણીતાનો પતિ નોકરીએ જતા બે સંતાનની યુવાન પરીણીતાને વિધર્મી યુવક પ્રેમજાળમા પટાવી ફોસલાવી પરણીતાના નાના સંતાનોને નોંઘારા મુકાવી ભગાડી ગયો હતો. જે બાબતે પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.નસવાડી તાલુકાના પંખાડા ગામમા ડુંગરાળ વિસ્તારમા વિધર્મી યુવકનું મોબાઈલ લોકેશન ટ્રેસ થતા તે ઠેકાણે પહોંચતા વિધર્મી યુવક અને પરીણીતા પોલીસના હાથે ઝડપાઈ જતા વાઘોડિયા પોલીસે આરોપીને વાઘોડિયા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલ જીલ્લાના એક ગામનુ દંપતી પોતાના બે સંતાનો સાથે વાઘોડિયાની માડોધર વિસ્તારની એક સોસાયટીમા રહેતા હતા.ત્યારે પતિની ગેરહાજરીમા સાદ્દિક નામના વિધર્મી યુલકે પરણીતા સાથે અવાર નવાર મિત્રતા સાઘી નિકટ આવી પરણીતા જાેડે આડા સંબધ બાંધી ત્રણ દિવસ પહેલા પરણીતાનો પતિ નોકરીએ જતા બે સંતાનની યુવાન માતાને વિધર્મી યુવક પ્રેમજાળમા પટાવી ફોસલાવી પરણીતાના નાના સંતાનોને નોંઘારા મુકાવી ભગાડી ગયો હતો. નોકરીથી પરત ફરેલા પતિને નાના દિકરાએ માતા ખંધા રોડ પર રહેતો વિધર્મી યુવક સાદ્દિક કપડા લત્તા પેક કરાવી મોટરસાયકલ પર બેસાડી ભગાડી ગયો હોવાની વાત કરતા પતિએ પત્ની અને સાદ્દિકનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા ફોન ઊઠાવ્યો ન હતો પરંતુ મોબાઈલ ઓન હોવાથી ભોગ બનનારના પતિએ સમૃધ્ધી સોસાયટીમા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સાબ્બીર પઠાણના પુત્ર ે સાદ્દિક પઠાણ સામે ગુન્હો નોંઘાવવા હિન્દુ સંગઠનોનો સંપર્ક કરતા હિન્દુ પરણીતાને લવજેહાદમા ફસાવી આડા સંબધ બાંઘી મોકો મળતા ભગાડી જવાનુ કૃત્ય કરનાર વિધર્મી યુવક સામે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. મોબાઈલ લોકેશનના આધારે નસવાડી તાલુકાના પંખાડા ગામમા ડુંગરાળ વિસ્તારમા મોબાઈલ લોકેશન ટ્રેસ થતા તેના ઠેકાણે પહોંચતા વિધર્મી યુવક પોલીસને જાેઈ જંગલ અને ડુગરાળ વિસ્તારમા ભર બપોરે પોલીસને દોડાવી દોડાવી હંફાવી નાંખ્યા બાદ આખરે પોલીસના હાથે બન્ને ઝડપાઈ ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution