લોકસત્તા વિશેષ : શહેરમાં નવા સંગઠનની આગેવાનીમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીથી જ પક્ષની સ્થાનિક વરિષ્ઠ નેતાગીરીની અવગણના કરી કોર્પોરેશનના વહીવટમાં પોતાનું એક હથ્થુ શાસન પ્રસ્થાપિત કરવાના શહેર ભાજપ સંગઠનના પ્રયાસથી વધુ એક વખત વિવાદ થયો છે. ખાસ કરીને કોર્પોરેશનના વહીવટમાં રોજબરોજ ચંચુપાત કરી મેયરની સ્વતંત્રતા પર તરાપ મારવાના સંગઠનના પ્રયાસોથી ભાજપમાં આંતરીક ભડકો થયો છે.

સંગઠનની આવી ચાલથી નારાજ મેયર કેયર રોકડીયાએ સંકલનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લી ૪ સંકલનમાં મેયર ગેરહાજર રહેતા ભાજપમાં જ નારાજગીની હવાએ જાેર પકડ્યું છે. ત્યારે કોર્પોરેશનના ર્નિણયોમાં જ મેયરને દૂર રાખવાની સંગઠનની સફળ થયેલી ચાલ બાદ હવે કોર્પોરેશનના શાસનકાળના આરંભે જ મેયર અને સંગઠનના સંબંધોનો અઘોષિત અંત આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપ જ ભાજપ માટે વેરી બની ગયું છે.ખાસ કરીને મેયર કેયુર રોકડીયાને ડેમેજ કરવા માટે શહેર સંગઠનના પ્રયાસોના કારણે વિવાદ શરૃ થયો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીની જાેડી દ્વારા કોર્પોરેશન સહિતના સરકારી વિભાગોમાં પોતાનું એકહથ્થુ રાજ પ્રસ્થાપિત કરવાના ખેલમાં પોતાના પક્ષના જ મેયરને નીચાજાેણું કરવાની રમત

શરૃ થઈ હતી.

ખાસ કરીને કોર્પોરેશનના રોજીંદા વહીવટમાં નવી નવી આડખીલીઓ ઉભી કરી મેયરને કામ કરતા અટકાવવાના પરોક્ષ રીતે થઈ રહેલા તમામ પ્રયાસોના કારણે વિવાદ આગળ વધ્યો છે. સંગઠનની જુગલ જાેડીના ઈશારે થઈ રહેલી આ પ્રવૃતિથી નારાજ મેયર કેયુર રોકડીયાએ અચાનક સ્થાયી સમિતિ માટેની પાર્ટી સંકલન સમિતિની બેઠકમાં જવાનું બંધ કરી દઈ તેનો અધોષિત બહીષ્કાર શરૃ કર્યો છે. મેયરની સતત ગેરહાજરીને લઈ ભાજપમાં જ હવે સંગઠન અને મેયર વચ્ચેની લડાઈએ જાહેર સ્વરૃપ પકડ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ યુધ્ધ વધુ ઉગ્ર બનશે કે પછી પક્ષની વરિષ્ઠ નેતાગીરી મેયર અને સંગઠન વચ્ચે સુમેળ કરાવશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

મેયરને પછાડવામાં ડો. વિજયને કેમ રસ?

ડો. વિજય શાહની વિવાદાસ્પદ કામગીરી પ્રથમ વખતની નથી. તેઓની આવી કાર્યપધ્ધતિના કારણે જ ૨૦૧૨માં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદેથી દૂર કર્યા બાદ તેઓને કોઈ મહત્વની જવાબદારી સુપ્રત કરાઈ નહતી. તેઓએ ભૂતકાળમાં અકોટાના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રી સૌરભ પટેલ અને પક્ષના જ પૂર્વ શહેર પ્રમુખ ડો. ભરત ડાંગર વિરૃધ્ધ જાહેરમાં હોર્ડિંગ્સ ઉભા કર્યા હતા. હવે પક્ષે પુનઃ તક આપી હોઈ તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને સયાજીગંજ વિધાનસભાની બેઠક પર તેઓની નજર હોઈ અન્ય કોઈ વૈષ્ણવ વણિક નેતા અવરોધ રૃપ ન બને તે માટે કેયુર રોકડીયાને અપરિપક્વ અને નિષ્ફળ સાબિત કરવાનો ખેલ ડો. વિજય શાહના ઈશારે ખેલાઈ રહ્યો હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે.

ડેપ્યુટી મેયર અને સ્થાયી ચેરમેન સંગઠનનો હાથો

શહેર ભાજપમાં વધી રહેલી જુથબંધીએ હવે તેની નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે. ડો. વિજય શાહના પ્રમુખ બન્યા પછી ભાજપની ઉપલી હરોળની નેતાગીરીમાં જાેવા મળી રહેલી ઉભી તિરાળ ભુતકાળમાં આટલી વિશાળ ક્યારેય નહતી. હાલની સ્થિતિમાં શહેર સંગઠન, સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેશનના હોદ્દેદારોની પ્રથમ હરોળની ગણાતી આ નેતાગીરીના જુથમાં મેયરને એકલા રાખી ડે. મેયર નંદા જાેષી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સંગઠનની ખુલ્લી તરફેણ કરતા હોવાનું પણ ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીના ઈશારે ડે. મેયર અને ચેરમેન પણ મેયરને નીચાજાેણું કરવામાં કોઈ કચાસ નહીં રાખતા હોવાનું પણ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.