06, મે 2021
35838 |
બ્રહ્મ કમળનું ફુલ એક અદ્દભૂત પુલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફુલને ખીલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે. બ્રહ્મ કમળ ખાસકરીને ઉત્તરાખંડ રાજ્યનું પુષ્પ છે. અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે. આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચિકલા, રૂપકુંડ, હેમકુંડ, બ્રજગંગા, ફૂલોની ઘાટી, કેદારનાથ સુધી મળી આવે છે.
વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા
આ ફૂલને ભારત ઘણા અન્ય નામોથી પણ ઓળકે છે જેમ કે- હિમાચલમાં દૂધાફૂલ, કાશ્મીરમાં ગલગજ અને ઉત્તર-પશ્ચિમી ભારતમાં બરગનડટોગેસના નામથી પ્રસિદ્ધ છે. આ ફૂલ ખુબ જ સુંદર હોય છે. તેને દિવ્ય ફુલ પણ કહેવામાં આવે છે. આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.
ફૂલનું ધાર્મિક મહત્વ
આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ફૂલ ધાર્મિક મહત્વ પણ છે. માન્યતાઓ ઓનુસાર બ્રહ્મ કમળ માં નંદાનું પ્રિય પુષ્પ છે. માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે. બ્રહ્મકમળનો અર્થ જ છે 'બ્રહ્માનું કમળ'. કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે, તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
ફૂલનો ઔષધીય ઉપયોગ
બ્રહ્મ કમળ ફૂલના ઘણા ઔષધીય ઉપયોગ પણ હોય છે. તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવા, શરદી-તાવ, હાડકાના દુખાવા વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાંથી નિકળતા પાણીને પીવાથી થાક દૂર થાય છે.