ખાનગી મોલ પાસે પાર્ક કરાયેલી કારનો કાચ તોડી લેપટોપની ચોરી
23, નવેમ્બર 2020

વડોદરા, તા.૨૨ 

શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલ નિલામ્બર સર્કલ નજીક નિલામ્બર ટાઈમ્સફા મોલમાં ખરીદી કરવા આવેલ ખાનગી કંપનીના મેનેજરની કારમાંથી કારનો કાચ તોડી તેમાં મુકેલ રૂા.૧૪ હજારની કિંમતના લેપટોપ, ચાર્જર અને વાયરલેસ માઉસની ચોરી થતાં કારમાલિકે ગોત્રી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર વાસણા-ભાયલી રોડ પર આવેલ કિશન ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતા પીયૂષકુમાર કનુભાઈ વાઘેલા (ઉં.વ.૩૬) યુ બ્રોન્ડ બેન્ડ ઈન્ડિયા લિ. કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે ગઈકાલે કારમાં પત્ની, બે પુત્રો, સાળી અને સાળો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે કારમાં નિલામ્બર ટાઈમ્સફા મોલમાં ખરીદી માટે ગયાં હતાં. તે પોતાની કાર પાર્ક કરી મોલમાં ગયા બાદ કોઈ અજાણ્યા શખ્સે પિયુષ વાઘેલાની પાર્ક કરેલી કારને નિશાન બનાવી ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી કારમાં મુકેલ લેપટોપ, ચાર્જર અને વાયરલેસ માઉસની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો. વાઘેલા પરિવાર મોલમાંથી ખરીદી કરી પરત કાર પાસે આવ્યો ત્યારે કારનો દરવાજાે તૂટેલો તેમજ ખૂલ્લો નજરે પડયો હતો. કારમાં લેપટોપ ઉપર નજર કરતાં લેપટોપ ગાયબ થયું હોવાનું જાેવા મળ્યું હતું. આ મામલે પીયૂષ વાઘેલાએ ચોરીની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution