બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરિડોર” તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી પ્રભાવિત થયું હતું. બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક પણ કરી હતી. જેમાં ગુજરાતના સ્પેશ્યલાઇઝ્‌ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી ેંદ્ભનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત થયું હતું. “ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણા પણ યોજાઈ હતી.