સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથક એવા સંજેલીના પુષ્કર સાજણ તળાવમાં સર્જાયેલી કરૂણાંતિકા માં સંજેલી ગામના સોની પરિવારના બે માસુમ ભાઈ બેન ડૂબી જતા માતાની ગોદ સુની થઈ જતા અને બંને માસુમ ભાઈ બહેનની અર્થી એકસાથે ઉઠતા પરિવારમાં મોતનો માતમ છવાયો હતો અને હૈયાફાટ રૂદન ના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા ઉપસ્થિત સૌની આંખો અશ્રુભીની થઇ હતી જાણવા મળ્યા મુજબ સંજેલી ગામે રહેતા અને ખેતીવાડી નું કામ કરતા સોની પરિવારના રીતેશભાઈ જયંતીલાલ સોની નું ખેતર સંજેલી ગામના પુષ્પ સાગર તળાવ ના કિનારે હોય તે ખેતરમાં રીતેશભાઈ જયંતીલાલ સોની તેમની પત્ની તથા તેમના બંને માસુમ સંતાન નવ વર્ષીય વહાલસોયી દીકરી ધૃતિ બેન તથા સાત વર્ષીય એકનો એક વહાલસોયો દીકરો જયનીશ એમ ચારે જણા નો આખો પરિવાર ગત રોજ રવિવારે બપોરના બારેક વાગ્યાના સુમારે ગયો હતો રીતેશભાઈ સોની અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા અને બંને માસુમ ભૂલકાઓ રમતા રમતા ઢોરો ની પાછળ પાછળ પુષ્પ સાગર તળાવમાં કૂદ્યા હતા તળાવમાં પાણી તો વધારે ન હતું પરંતુ અંદર કાદવ હોવાને કારણે બંને માસૂમ ભૂલકાં તળાવના પાણી માંથી બહાર નીકળી ન શકતા બંને ભુલકા તળાવના પાણીમાં ગરકાવ થઇ જતા તે બંને નું મોત નીપજ્યું હતું આ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલ સોની પરિવાર ના દંપતિ ની નજર પડતા પોતાના એકના એક બંને માસુમ સંતાનો ખેતરમાં નજરે ન પડતા તેઓને બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા પડતા રીતેશભાઈ સોની તથા આસપાસ ના કેટલાક લોકો એ તળાવના પાણીમાં ઉતરી બંને ભૂલકાઓ ની શોધ આદરી હતી અને થોડીવારમાં જ બંને માસુમ ભાઈ- બહેનની લાશ મળી આવતા આ ટૂંકા પરિવારમાં માત્ર બે જ સંતાન હોય અને આજની દુર્ઘટનાનો શિકાર આ બંને ભૂલકાઓ બનતા માતાની ગોદ સૂની થઈ જતા સોની પરિવારમાં મોતનો માતમ છવાયો હતો અને બંને માસુમ ભાઈ બહેનની અર્થી ઘરેથી એકસાથે ઉઠતા હૈયાફાટ રૂદન ના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા ઉપસ્થિત સૌ ની આખો અશ્રુભીની થઇ હતી અને બંને ભૂલકાઓને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.