ઝઘડાની અદાવતે સોમા તળાવ બ્રિજ નીચે યુવાનની ઘાતકી હત્યા
13, ઓગ્સ્ટ 2022

  • વડોદરા : ગઈકાલે થયેલા ઝઘડાની અદાવતના આજે મોડી સાંજે સોમા તળાવ બ્રિજ નીચે ઉગ્ર પડઘા પડયા હતા. ગકાઈલે સમાધાન થયા બાદ આજે ૬ થી ૭ લોકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી યુવાનને ઘેરી લઈ ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે હુમલાખોરોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
  • શહેરના દંતેશ્વર નજીક આવેલ વિજયનગર ઝુંપડપટ્ટી રેલવે લાઈનની બાજુમાં રહેતો અને છૂટક મજૂરીકામ કરતો નિતેશ સંજયભાઈ રાજપૂત (ઉં.વ.ર૩)ને ગઈકાલે તેના જ વિસ્તારના સામેની લાઈનમાં રહેતા કેટલાક યુવાનો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જે તે સમયે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. પરંતુ સામેની સાઈડે રહેતા લોકોએ ઝઘડાની અદાવત રાખી આજે રાત્રિના સમયે ૬ થી ૭ લોકો તીક્ષ્ણ હથિયાર જેવા કે ધારિયું, તલવાર, ધારદાર ચાકૂ લઈને ધસી આવ્યા હતા અને નિતેશને સોમા તળાવ બ્રિજ નીચે બોલાવીને તેને ઘેરી લીધો હતો અને તે કંઈ પણ સમજે એ પહેલાં જ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી નિતેશ રાજપૂતનું ઢીમ ઢાળી દીધંુ હતું. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે હુમલાખોરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળે છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution