ભુજ-

આજ રોજ ધોરડો ખાતે સરહદી ક્ષેત્રમાં વિકાસના યોજાયેલા સંમેલનમા બીએસએફના વડા શ્રી રાકેશ અસ્થાના દ્વારા પણ સંબોધન કરવામા આવ્યુ હતુ. તેઓએ ક્હયુ હતુ કે, ૧૯૬પના ભારત-પાક યુદ્ધ બાદ બીએસએફની સ્થાપના થવા પામી હતી અને તે બાદ ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ બાદ બીએસએફની ત્રણ બટાલીયનોએ પાકીસ્તાનના મોટા ક્ષેત્ર પર આપણે કબ્જેા કરી લીધો હતો. સીમલા કરાર બાદ ભારત બીએસએફ પરત આવી ગયુ બીએસએફ ગુજરાત ફ્રનટનિયરની સ્થાપના ર૦૦૪મા થવા પામી હતી જે કુલ્લ ૮૩૬ કી.મી વિસ્તારમા ફેલાયલી છે જેમા ગુજરાતની પ૯૩ કી.મીનો એરીયા બીએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવી લીધેલ છે. ગુજરાતની સરહદમાં ત્રણ પ્રકારના વિસ્તાર છે જેમા ર૦૭ કી.મી રણ,૧૦૪ કીમી ક્રીક અને તટીય ૪૦૦ કીમી સીધા છે. આ તમામ વિસ્તારોને બીએસએફ તેના બોર્ડર આઉટ પોસટથી સુરક્ષા પ્રદાન કરે છે. ગુજરાત ફ્રન્ટીયરમા કુલ્લ ર૧ર બોર્ડર આઉટ પોસ્ટ છે જેમા ગુજરાતમા ૧પ૦ બીઓપીસ છે.શ્રી અસ્થાનાએ કહ્યુ કે, અગાઉ બીઓપી રીયરમા ૪ર હતી પણ ગુજરાત ફ્રન્ટીયરની સ્થાપના બાદ આ બીઓપીને રાખી અને આગળ ૧૦૮ ફોરવર્ડ બીઓપી અમારી હાલમા કામ કરી રહી છે. જેમા ૧૪ પર બાંધકામ થઈ રહ્યુ છે. બીએસએફ દળ સરહદી ક્ષેત્રના લોકોની સાથે મળીને કામ કરે છે. બીએસએ રાષ્ટ્રની સુરક્ષા પ્રાથમિકતા છે તે બાદ સરહદી ક્ષેત્રના જેટલા પણ ગામો છે તેને ન માત્ર સુરક્ષા પ્રદાન થાય છે પણ તેઓના દુખ-દર્દમા બીએસએફ સાથે ખડેપગે રહે છે. બીએડીપી કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓમા સહભાગી બની અને અહીના વિકાસના કાર્યોમાં સહભાગી બની. 

બીએસએફના વડા શ્રી અસથનાએ કહ્યુ હતુ કે, કોસ્ટલ પોલીસીગ માટે જવાનો, અલગ અલગ પોલીસ ફોર્સને તૈયાર કરવાની જવાબદારી ર૭મી ફેબ ર૦૧૮ના બીએસએફને સોપવામા આવી હતી જે માટે એકેડમી શરૂ કરવામા આવી હતી અને ત્યા ફાઉન્ડેશન કૌર્ષ શરૂ કરવામા આવ્યા હતા જયા ૪૪ કોર્ષ શરૂ થઈ ગયા છે. બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રેાગ્રામ માટે ત્રણ અલગ અલગ મહત્વ યોજનાઓ ચાલે છે તેની પણ છણાવટ કરાઈ હતી. બીએસએફ દ્વારા સરહદી ગામડાઓમા થતી સેવાભાવી કામગીરનો પણ ચિત્તાર રજુ કરાયો હતો. લોકડાઉનમા રાહત સામગ્રી, બાળકોને સ્ટેશનરી, રમતગમતના સાધનો, ચિકિત્સ શિબીરના આયોજન પણ કરવામા અવ્યા હતા.