તરણેતરના મેળામાં રૂપસુંદરી બનેલી બન્ની ભેંસને હોડકોના પશુ મેળામાં પ્રદર્શન માટે મુકાઈ
22, નવેમ્બર 2021

ભૂજ, કચ્છના ભુજ તાલુકામાં આવેલા હોડકો ગામ પાસે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૧૩માં પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૩ વર્ષથી યોજાતા પશુ મેળામાં ગાય, ભેંસ અને ઘોડા સહિતના પશુઓનું વેંચાણ તથા પ્રદર્શન યોજાય છે. જેમાં સૌરાષ્ટ્રના જાણીતા તરણેતરના મેળામાં યોજાતી ભેંસોની હરીફાઈમાં બે વખત રૂપ તંદુરસ્તી માટે પ્રથમ ક્રમાંક મેળવારી બન્ની નસલની ભેંસને પણ આ પ્રદર્શનમાં મુકવમાં આવી છે. ત્યારે લોકોમાં તેનું આકર્ષણ જાેવા મળ્યું હતું. ભુજ તાલુકાના ઢોરી ગામના મિતેષ લખણા આહિર નામના માલધારીએ કહ્યું હતું કે, ઘણા વર્ષોથી બન્ની નસલની આ ભેંસ અમારી પાસે છે. જે શરીરે એકદમ કાળો રંગ ધરાવે છે. જે દેખાવે આકર્ષક અને વજનમાં ખૂબ ભારે છે. દૈનિક ૨૦ લીટર દૂધ આપે છે. તેની ખાસ વાત એ છે કે તે ગર્ભાવસ્થા દરમિયાન પણ સાત માસ સુધી દૂધ આપે છે અને સ્વભાવે અતિ શાંત પ્રકૃતિની છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં તંદુરસ્તી અને સુંદરતા માટેની ભેંસોની સ્પર્ધામાં બે વખત પ્રથમ ક્રમ આવી ચુક્યો છે. રૂપિયા ૫ લાખથી વધુની કિંમતની ભેંસને હોડકો ખાતેના મેળામાં હાલ પ્રદર્શન માટે રાખવામાં આવી છે. ત્યારે માલધારી વર્ગમાં આ ભેંસે ખાસ આકર્ષણ જમાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution