ભરૂચ, તાજેતરમાં ઉત્તપ્રદેશના વસીમ રિઝવીએ કુરાનની ૨૬ આયાતો સામે આપત્તિજનક નિવેદન આપતા સમગ્ર મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરૂચના મુસ્લિમ સમાજ દ્વારા પર વસીમ રિઝવી સામે આક્રોશ વ્યક્ત કરી તેના પૂતળાનું દહન કરી તેની ફાંસીની સજાની માંગ કરતા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત મહિતી અનુસાર યુ.પી.ના સેન્ટ્રલ શીયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ તાજેતરમાં મુસ્લિમોના પવિત્ર કુરાન શરીફની ૨૬ જેટલી આયતો સામે આપત્તિજનક ટીપ્પણીઓ કરી હતી. જેના સમગ્ર ભારતના મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વસીમ રીઝવીના બયાનથી સમસ્ત વિશ્વના મુસ્લિમોની પણ લાગણી દુભાઈ હતી. જેની પ્રતિક્રિયા સ્વરૂપે ઠેર-ઠેર વસીમ રીઝવી વિરૂધ્ધ આક્રોશ ફાટી નિકળ્યો હતો. ભરૂચના મુસ્લીમ સમાજે પણ બાયપાસ ખાતે વસીમ રિઝવી વિરુદ્ધ સુત્રોચારો કરી તેના પૂતળાનું દહન કરી ફાંસીની માંગ કરવામાં આવી હતી. વસીમ રીઝવી દ્વારા મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર આકાશી ગ્રંથ કુરાન શરીફની ૨૬ આયતો વિશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હટાવવાની જે માંગ કરી છે તેના વિરૂધ્ધમાં મુસ્લિમ સમાજે પણ ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપી વસીમ રિઝવી વિરૂધ્ધ કાયદેસરના પગલાં લઈ ફાંસીની સજાની માંગ કરી હતી.