આણંદ : બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયર્સ સિવિલ એન્જિ. સ્ટુડન્ટ ચેપ્ટર અંતર્ગત ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરફેસ બીટવીન જિઓટેક્નિકલ એન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ વિષય પર વેબિનારમાં ૭૫ વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ પ્રસંગે એક્સપર્ટ તરીકે ભાવિન શાહે જીઓ ટેક્નિકલ એન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ વચ્ચે ઇન્ટરફેસનું મહત્વ, ઇન્ટરફેસ લેકિન્ગ્સ હોય તો તેની એડવર્સ ઇફેક્ટ્‌સ, અલગ અલગ કેસ સ્ટડીઝ, ઇન્ટરફેસના ઉપયોગ દ્વારા પ્રોજેક્ટ્‌સમાં કૉસ્ટ રિડક્શન તથા ટાઇમ સેવિંગ વિષે રસપ્રદ માહિતી આપી હતી. 

આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઈંદ્રજિત એન પટેલે IEI સિવિલ એન્જિ. સ્ટુડન્ટ ચેપ્ટરમાં વર્તમાનમાં નિયુક્ત થયેલાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તથા જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં પણ વિદ્યાર્થીઓની ટેક્નિકલ સ્કિલ્સ તથા નોલેજ અપગ્રેડેશન માટે IEI સિવિલ એન્જિ. સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા અલગ-અલગ વિષય પર વેબિનાર્સનું આયોજન થયું હતું. પ્રો.અમિત ભાવસારે ઉપસ્થિત એક્સપર્ટનો પરિચય આપ્યો હતો. ડો.એ.કે.વર્માએ જીઓટેક્નિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે રિસર્ચ ઓપોર્ચ્યનિટી વિષે માહિતી આપી હતી.